5 મી સમૂહ લગ્ન સમારોહ - 2023
અબડાસા તાલુકાના વિંઝાણ ખાતે અખિલ કચ્છ હિંગોરા સમાજના ૩૨ યુગલોનો સમૂહ નિકાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ તકે સૈયદ હાજી અમીનશાહ બાપુએ તમામ યુગલોની નિકાહ પઢાવી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય મધુભાઈસિંહ જાડેજા, કોંગ્રેસ મહામંત્રી જમ્મા સોલંકી, કૉંગ્રેસી નેતા, પી.એસ.આઈ. હાજી ઇશાકભાઈ, એસ.આર.આઈ. ઓસમાણભાઈ હાજર રહ્યા હતા.
સમાજ કલ્યાણ અધિકારી જે.એ. બારોટે સમૂહલગ્નમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. સમૂહલગ્નમાં મળતી સરકારની યોજનાઓની જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે હિંગોરા સમાજ આ યોજનાઓનો લાભ લઈ રહ્યો છે.
સૈયદ સલીમશાહ બાપુ વિંઝાણવાળાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં હિંગોરા સમાજે પાંચ એકર જમીન ખરીદી તેને બિનખેતી કરાવીને સમાજવાડીમાં જરૂરી સુવિધાઓના બાંધકામની શરૂઆત કરી હતી, જે અન્ય સમાજો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યું છે.
આ પ્રસંગે અખિલ કચ્છ હિંગોરા સમાજ અને હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ હાજી યુનુસભાઈ હિંગોરા, સૈયદ ડો. હાજી જહાંગીરશાહ બાપુ, ઈકબાલભાઈ હિંગોરા, કચ્છ કેસરી સૈયદ અબ્દુલહમીદ બાપુ, મૌલાના સૈયદ બશીર બાપુ, અબ્દુલનૂરશાહ બાપુ, નિસાર બાપુ, ઈબ્રાહીમભાઈ, વિક્રમસિંહ જાડેજા, અલીમામદ કેર, જાફરભાઈ હિંગોરા, મહાવીરસિંહ જાડેજા, અબ્દુલભાઈ, આદમભાઈ પઠિયાર, ઈકબાલભાઈ મંધેરા, જુસબભાઈ બાંકડા, સાલેમામદભાઈ પઠિયાર, નરેન્દ્રસિંહ જાડેજા, હાજી અમલાનાભાઈ, ઈબ્રાહીમભાઈ, દાઉદભાઈ, ઓસમાણભાઈ, સૈયદ અશરફશાહ, મુસાભાઈ, નરેન્દ્રસિંહ જાડેજા, દાદાભાઈ, જયેન્દ્રસિંહ, શંકરભાઈ પટેલ, હનીફભાઈ શેખ, રાજેન્દ્રસિંહ, ગિરીશસિંહ, દેવેન્દ્રસિંહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન મૌલાના મુસ્તાકભાઈ અને મૌલાના હાજી સુલેમાનભાઈએ કર્યું હતું. જ્યારે સમગ્ર વ્યવસ્થા સંસ્થાના મહામંત્રી ખાલેદભાઈ હિંગોરા, ખજાનચી હુસેન સાહેબ અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી.
ઇવેન્ટની તારીખ અને સ્થાન
25 Feb 2023, Sat at હિંગોરા સમાજવાડી, વિંઝાણ