8મું સમૂહ લગ્ન સમારોહ - 2026
અખિલ કચ્છ હિંગોરા સમાજ અને હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, કચ્છ દ્વારા તા. 01 ફેબ્રુઆરી 2026ના રોજ હિંગોરા જમાતખાના, વિંઝાણ ખાતે આઠમી સમૂહ શાદી સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે 23 નવદંપતિઓ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા અને તેમના નવા જીવનપ્રવાસની શરૂઆત કરી હતી.
સમાજમાં સરળ, સુન્નત મુજબના અને કરકસરયુક્ત લગ્નને પ્રોત્સાહન આપવા તેમજ પરિવારો પરના આર્થિક બોજને ઘટાડવાના હેતુથી આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી આયોજિત આ પહેલ સમાજમાં એકતા, સહકાર અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
કાર્યક્રમ દરમિયાન હાજી અમીનશા બાવા દ્વારા નિકાહ પઢવા માં આવી હતી. સૈયદ સલીમશા બાવા દ્વારા પ્રેરણાદાયી તકરીર કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમની અધ્યક્ષતા સદરે જલસા સૈયદ સુલ્તાનશા બાવા દ્વારા કરવામાં આવી હતી.
સમાજના આગેવાનો, વડીલો, દીની રહનુમાઓ, મહેમાનો અને મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુરઆન તિલાવત, નિકાહ વિધિ, દુઆ-એ-ખૈર અને નવદંપતિઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવાકીય પહેલ સમાજના જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ બનવાની સાથે સમાજમાં એકતા, સહકાર અને સામાજિક જવાબદારીના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે.
Event Highlights
23 નવદંપતિઓનો સમૂહ નિકાહ
આયોજક: હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, કચ્છ
તારીખ: 01 ફેબ્રુઆરી 2026
સ્થળ: હિંગોરા જમાતખાના, વિંઝાણ, કચ્છ
"ઈમાન, એકતા અને સમાજસેવાની ભાવના સાથે 23 નવદંપતિઓના નવા જીવનપ્રવાસની યાદગાર શરૂઆત."
ઇવેન્ટની તારીખ અને સ્થાન
01 Feb 2026, Sun at હિંગોરા સમાજવાડી, વિંઝાણ, અબડાસા, કચ્છ