પ્રસંગની વિગત

હિંગોરા સમાજવાડી મહિલા શેડ પાયાવિધિ

તા. 14 જૂન 2026ના રોજ અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા હિંગોરા સમાજવાડી, વિંઝાણ ખાતે 11,200 ચોરસ ફૂટના શેડની પાયાવિધિનો મુબારક કાર્યક્રમ સમાજના આગેવાનો, વડીલો અને સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કલામે પાકથી કરવામાં આવી હતી. ત્યારબાદ અલ્લામા અલહાજ સૈયદ સલીમબાપુના મુબારક હસ્તે શેડની પાયાવિધિ કરવામાં આવી હતી.

પોતાના નસિહતી બયાનમાં સૈયદ સલીમબાપુએ સમાજમાં એકતા, ભાઈચારો અને ઇત્તેહાદ જાળવી રાખવાની તાકીદ કરી હતી. તેમણે સૌને આપસી મતભેદો અને મનદુઃખોને ભૂલી સમાજના વિકાસ અને ભલાઈ માટે સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે હિંગોરા સમાજની સતત પ્રગતિ અને તરક્કી માટે ખાસ દુઆઓ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે સમાજ અન્ય કોમો માટે પણ પ્રેરણારૂપ બને તેમજ દીન અને દુનિયા બંનેમાં કામયાબીઓ હાંસલ કરે.

આ પ્રસંગે સમાજના પ્રમુખ હાજી જુણસભાઈ હિંગોરાએ સૈયદ સલીમબાપુને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપપ્રમુખ હાજી યાકૂબભાઈ તથા અલીમામદભાઈ, મહામંત્રી હાજી ખાલિદભાઈ, ખજાનચી ઈલિયાસભાઈ, સમાજના વડીલો, આગેવાનો તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સહમંત્રી મુસ્તાક મૌલાનાએ કર્યું હતું, જ્યારે સમગ્ર વ્યવસ્થા સમિતિના સભ્યો અને યુવકોએ સંભાળી હતી.

ઇવેન્ટની તારીખ અને સ્થાન

14 Jun 2026, Sun at હિંગોરા સમાજવાડી, વિંઝાણ

ઇવેન્ટ ગેલેરી