પ્રસંગની વિગત

શિક્ષણ સમારોહ-2026

અખિલ કચ્છ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ વિંઝાણ સ્થિત હિંગોરા સમાજવાડી ખાતે ભવ્ય શિક્ષણ સમારોહ – ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમાજના ધોરણ 9 થી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર કુલ ૯૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનપત્ર અને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો, તેમની મહેનતને બિરદાવવાનો અને સમાજમાં શિક્ષણનું મહત્વ વધારવાનો હતો.

આ જ પ્રસંગે મહિલાઓની સુવિધા અને સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે અંદાજે ૧૧,૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત વિશાળ મહિલા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો, વડીલો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા, જીવનમાં આગળ વધવા અને સમાજના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમ શિક્ષણ પ્રત્યે જાગૃતિ, મહિલાઓના સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે હિંગોરા સમાજની એકતા, પ્રતિબદ્ધતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.

ઇવેન્ટની તારીખ અને સ્થાન

15 Nov 2026, Sun at હિંગોરા સમાજવાડી, વિંઝાણ, અબડાસા, કચ્છ

ઇવેન્ટ ગેલેરી