હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, વિંઝાણ ખાતે હિંગોરા સમાજવાડી લગ્ન, ન્યાઝ અને અન્ય સામાજિક પ્રસંગો માટે સુવિધાસહિત અને યોગ્ય દરે બુકિંગ સેવા પૂરી પાડે છે.
હિંગોરા સમાજવાડી, વિંઝાણ, અબડાસા, કચ્છ, ગુજરાત
અમે યોગ્ય દરે બુકિંગ સેવા પૂરી પાડીએ છીએ. તારીખ નિશ્ચિત કરવા માટે અમારો સંપર્ક કરો.
| પ્રસંગ | શુલ્ક |
|---|---|
| લગ્ન પ્રસંગ | ₹ 5,000 |
| ન્યાઝ પ્રસંગ | ₹ 2,500 |
| મરણ પ્રસંગ | ₹ 2,000 |
| પ્રસંગ | શુલ્ક |
|---|---|
| લગ્ન પ્રસંગ | ₹ 25,000 |
| ન્યાઝ પ્રસંગ | ₹ 2,500 |
| મરણ પ્રસંગ | ₹ 2,000 |
હિંગોરા સમાજવાડી બુક કરવા માટે કૉલ અથવા મેસેજ કરો.
+(91) +9196645 70790ઇલીયાસ હાજીમામદ - ખીરસરા (ખજાનચી)
તા. 19 સપ્ટેમ્બર 2022ના રોજ વિંઝાણ ખાતે હિંગોરા સમાજવાડીના કોમ્યુનિટી હોલની પાયાવિધિનો મુબારક કાર્યક્રમ સમાજના વડીલો, આગેવાનો અને માનનીય મહેમાનોની હાજરીમાં યોજાયો હતો.
આ પ્રસંગે સૈયદ હાજી અમીનશાહ હાજી અહમદશાહ, સૈયદ હાજી ઉસ્માનશાહ હાજી અહમદશાહ (સાહેબજાદા મુફ્તી-એ-આઝમ કચ્છ), સૈયદ હાજી સલીમશાહ હાજી જહાંગીરશાહ, સૈયદ મોહમ્મદશાહ હાજી મુરાદશાહ, સૈયદ ઇબ્રાહીમશાહ હાજી જહાંગીરશાહ તથા શ્રી સજ્જનસિંહ જાડેજા (સરપંચશ્રી, વિંઝાણ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત તિલાવતે કલામે પાકથી કરવામાં આવી હતી, જેની સાદત મોહમ્મદશાહ સૈયદ (માંડવી)ને પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ શ્રી સજ્જનસિંહ જાડેજા, સૈયદ સલીમબાપુ અને અમીનશાહ બાવા સાહેબે પોતાના મુબારક કલિમાત દ્વારા સમાજને નસિહત અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં સંસ્થાના પ્રમુખ જુણસભાઈ હિંગોરાએ આભારવિધિ રજૂ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંસ્થાના ખજાનચી હુસેન માસ્ટરે કર્યું હતું, જ્યારે કાર્યક્રમનું આયોજન સંસ્થાના મહામંત્રી ખાલિદભાઈ હિંગોરા તથા સમિતિના સભ્યોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
તા. 14 જૂન 2026ના રોજ અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા હિંગોરા સમાજવાડી, વિંઝાણ ખાતે 11,200 ચોરસ ફૂટના શેડની પાયાવિધિનો મુબારક કાર્યક્રમ સમાજના આગેવાનો, વડીલો અને સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત તિલાવતે કલામે પાકથી કરવામાં આવી હતી. ત્યારબાદ અલ્લામા અલહાજ સૈયદ સલીમબાપુના મુબારક હસ્તે શેડની પાયાવિધિ કરવામાં આવી હતી.
પોતાના નસિહતી બયાનમાં સૈયદ સલીમબાપુએ સમાજમાં એકતા, ભાઈચારો અને ઇત્તેહાદ જાળવી રાખવાની તાકીદ કરી હતી. તેમણે સૌને આપસી મતભેદો અને મનદુઃખોને ભૂલી સમાજના વિકાસ અને ભલાઈ માટે સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે હિંગોરા સમાજની સતત પ્રગતિ અને તરક્કી માટે ખાસ દુઆઓ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે સમાજ અન્ય કોમો માટે પણ પ્રેરણારૂપ બને તેમજ દીન અને દુનિયા બંનેમાં કામયાબીઓ હાંસલ કરે.
આ પ્રસંગે સમાજના પ્રમુખ હાજી જુણસભાઈ હિંગોરાએ સૈયદ સલીમબાપુને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપપ્રમુખ હાજી યાકૂબભાઈ તથા અલીમામદભાઈ, મહામંત્રી હાજી ખાલિદભાઈ, ખજાનચી ઈલિયાસભાઈ, સમાજના વડીલો, આગેવાનો તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સહમંત્રી મુસ્તાક મૌલાનાએ કર્યું હતું, જ્યારે સમગ્ર વ્યવસ્થા સમિતિના સભ્યો અને યુવકોએ સંભાળી હતી.