ટ્રસ્ટ મિલકત

ટ્રસ્ટ મિલકત

હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ મિલકત

વિંઝાણ, અબડાસા, કચ્છ સ્થિત ટ્રસ્ટ જમીનની વિગત — સ્થાન, સર્વે નંબર અને ખરીદીનો ઇતિહાસ.

મિલકતની વિગત

ગામ વિંઝાણ
તાલુકો અબડાસા
જિલ્લો કચ્છ
સર્વે નંબર 768/1 (બિનખેતી જમીન)
વિસ્તાર 1.94.25 હેક્ટર (19,425 ચો.મી.)
એકર 4.32 એકર
રસ્તો વિંઝાણ હજાપર રોડ

જમીનનો ફોટો

ટ્રસ્ટ મિલકત - વિંઝાણ, અબડાસા

સ્થાન નકશો

Google Maps માં ખોલો

ખરીદીનો ઇતિહાસ

સમૂહશાદી કાર્યક્રમ દરમિયાન પ્રાપ્ત થયેલ દાનની બચત રકમમાંથી સમૂહશાદી સમિતિ દ્વારા વીંઝાણ ગામના રેવન્યુ સર્વે નંબર 768/1, ક્ષેત્રફળ 1.94.25 હેક્ટર ધરાવતી ખેતીની જમીન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટેકનિકલ કારણોસર તે સમયે આ ખેતીની જમીન સીધી સંસ્થાના નામે ખરીદી શકાય તેમ ન હોવાથી, જમીનની ખરીદી સંસ્થાના સેક્રેટરી અબ્દુલખાલીદ હાજી સિદ્દીક હિંગોરા (ખીરસરા) ના નામે વેચાણ દસ્તાવેજ દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ સમાજના ફંડમાંથી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી જમીનને બિનખેતી (N.A.) કરવામાં આવી. બિનખેતીની મંજૂરી પ્રાપ્ત થયા બાદ સેક્રેટરીશ્રીએ બક્ષિસખત (Gift Deed) દ્વારા આ મિલકત સંસ્થાને અર્પણ કરી હતી. આ બક્ષિસખત સંસ્થાના પ્રમુખ યુનુસ હાજી અબ્દુલ્લા હિંગોરા (સાંધવ) તથા ખજાનચી હુસેન મામદ હિંગોરા (અરજણપર) દ્વારા સંસ્થાના વતી સ્વીકારવામાં આવી હતી.

જમીનની ખરીદી, બિનખેતી પ્રક્રિયા, સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફી સહિતનો તમામ ખર્ચ સમાજના ફંડમાંથી ચૂકવવામાં આવ્યો હતો.

હાલમાં આ 19,425 ચોરસ મીટર બિનખેતી જમીન સત્તાવાર રીતે Hingora Education and Welfare Trust ના નામે નોંધાયેલ છે. જમીનની નોંધણી વીંઝાણ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી છે તેમજ તેની નોંધ મદદનીશ ચેરિટી કમિશનરશ્રીની કચેરી, ભુજ ખાતે પણ થયેલ છે.