સ્વાગત છે

હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટમાં

શિક્ષણ, સમાજસેવા અને એકતાના મૂલ્યો સાથે કાર્યરત અમારી ટ્રસ્ટ સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તાલીમ, કલ્યાણ અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.

Slider Shape
શિક્ષણ અધિકાર

શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ

સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શૈક્ષણિક સહાય, કારકિર્દી માર્ગદર્શન અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન દ્વારા નવી પેઢીને સફળતાના શિખરો સર કરવા પ્રેરણા આપવામાં આવે છે.

Slider Shape
સમુદાયમાં મદદ કરો

સમૂહશાદી – એકતા, સહકાર અને સમાજસેવાનું અનોખું ઉદાહરણ

વર્ષોથી સફળતાપૂર્વક આયોજિત સમૂહશાદી કાર્યક્રમ દ્વારા અનેક પરિવારોને સહાય મળી છે. સમાજના સહયોગથી આ સેવા કાર્ય સતત વિસ્તરી રહ્યું છે.

Slider Shape
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ
અમારા વિશે

હિંગોરા એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, કચ્છ

તાલીમ • ઇત્તેહાદ • ખિદમત • તરક્કી

હિંગોરા એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, કચ્છની સ્થાપના સમાજના શૈક્ષણિક, સામાજિક અને કલ્યાણકારી વિકાસના ઉમદા હેતુ સાથે કરવામાં આવી હતી. ટ્રસ્ટની નોંધણી વર્ષ 2017માં મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 હેઠળ (નોંધણી નં. E-2978 / કચ્છ) કરવામાં આવી છે.

આ ટ્રસ્ટ એક બિન-રાજકીય અને સામાજિક સંસ્થા છે, જે સમાજના શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વર્ગના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સમાજમાં શિક્ષણ, એકતા, સેવા અને પ્રગતિના મૂલ્યોને મજબૂત બનાવવાનું ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય છે.

ટ્રસ્ટની રચના આપણા સન્માનનીય મુફ્તિ-એ-કચ્છ હઝરત અલ્લામા અલ્હાજ સૈયદ હાજી અહમદશાહ હાજી મિયાસાહેબની દુઆઓ, સમાજના વડીલોના માર્ગદર્શન અને યુવાનોની સમાજસેવાની ભાવનાના પરિણામે થઈ હતી. સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત અને સુવ્યવસ્થિત સંસ્થા ઉભી કરવાનો સંકલ્પ લઈને આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી.

સ્થાપના બાદથી ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, સમૂહ શાદી, વિદ્યાર્થી સન્માન, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાય, મહિલા સશક્તિકરણ તેમજ સમાજના વિકાસ માટે વિવિધ સેવાકીય અને કલ્યાણકારી પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

આજે હિંગોરા એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સમાજના દરેક વર્ગના વિકાસ માટે કાર્યરત રહીને એકતા, ભાઈચારો અને સમાજસેવાના મૂલ્યોને આગળ વધારી રહ્યું છે. સમાજના દરેક સભ્યના સહયોગ અને વિશ્વાસ સાથે ટ્રસ્ટ ભવિષ્યમાં પણ સમાજહિતના કાર્યો માટે સતત પ્રતિબદ્ધ રહેશે.

અમારું ધ્યેય

સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સતત કાર્ય કરવું, જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવી અને આવનારી પેઢીને શિક્ષણ તથા સંસ્કાર દ્વારા સશક્ત બનાવવી.

અમારું વિઝન

એક શિક્ષિત, સંગઠિત, આત્મનિર્ભર અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું, જ્યાં દરેક વ્યક્તિને વિકાસ અને સફળતાની સમાન તક પ્રાપ્ત થાય.

અમારા મુખ્ય કાર્યો

  • સમૂહ શાદી સમારોહ
  • વિદ્યાર્થી સન્માન સમારોહ
  • શિક્ષણ સહાય અને સ્કોલરશિપ
  • આરોગ્ય સહાય અને મેડિકલ મદદ
  • ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાય
  • સમાજવાડી અને સામાજિક વિકાસ પ્રકલ્પો
  • યુવા અને મહિલા સશક્તિકરણ પ્રવૃત્તિઓ
સમાજની સેવા, શિક્ષણનો પ્રચાર અને એકતાનો સંદેશ – એ જ અમારી ઓળખ છે.
આગામી કાર્યક્રમો

હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત

Jan

17

2027
  • 9:00 AM - 05:00 PM
  • હિંગોરા સમાજવાડી, વિંઝાણ, અબડાસા, કચ્છ

9મું સમૂહ લગ્ન સમારોહ - 2027

sahpe 1
shape 2
Saiyed Haji Ahmedshah Haji Miyasaheb
P.M Jadeja

"હિંગોરા સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવ યોજાયો જે ખોટો નકામા ખર્ચ બચાવે છે અને ખોટા રિવાજોને પણ દૂર કરે છે અને સમયનો બચાવ પણ કરે છ, આ સમાજને એક સાથે જોડે છે, હું હિંગોરા સમુદાયને હૃદયપૂર્વક અભિનંદન આપું છું "

હઝરત અલામા અલ્હાજ સૈયેદ હાજી અહમદ શાહ અલબુખારી

મુફ્તિ-એ-કચ્છ

"હું દરેક જગ્યાએ સામૂહિક લગ્નોમાં જાઉં છું પણ મને આવી કોઈ વ્યવસ્થા દેખાતી નથી. 2020 માં સમુહ લગ્ન સમારોહમાં હિંગોરા સમુદાય સિવાયની અન્ય વ્યક્તિઓ પાસેથી દાન સ્વીકારવામાં આવતા નથી. આવી વ્યવસ્થા અહીં જોવા મળી છે"

પી.એમ.જાડેજા

ધારાસભ્ય અબડાસા

Shape
Shape