હિંગોરા એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ ભારતમાં મુંબઇ પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 ( નોંધણી નં. ઇ -2978 / કચ્છ ) હેઠળ વર્ષ 2017 માં નોંધાયેલ છે. સમાજના શૈક્ષણિક પછાત અને નબળા વર્ગના વિકાસ માટે એક મહાન વિચાર અને દ્રષ્ટિ સાથે સ્થાપિત થાય છે.
ટ્રસ્ટ "હિંગોરા એજ્યુકેશનલ અને વેલ્ફર ટ્રસ્ટ કચ્છ" ની નોંધણી વર્ષ 2017 માં આપણા સન્માનનીય એવા મુફ્તિ-એ-કચ્છ 'હઝરત અલામા અલ્હાજ સૈયદ હાજી અહમદ શાહ હાજી મિયાસાહેબ' ની દુવાઓ થી, સમાજ ના વડીલો ના માર્ગદર્શન થી અને સમાજ ના યુવાઓની સમાજ પ્રતે ની સેવા ભાવના થી ટ્રસ્ટ ની રચના કરવા માં આવી.
ટ્રસ્ટ નો મુખ્ય હેતુ હિંગોરા સમુદાય વિકાસ પહેલ છે જેમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, વ્યાવસાયિક તાલીમ, યુવા, મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોને સશક્તિકરણ કરવું જે ગ્રામીણ વિસ્તારમાં વસી રહેલા સમાજ નો વર્ગે વંચિત છે.
સમસ્ત કચ્છ જિલ્લા હિંગોરા સમાજમાં છેલ્લા દશેક વર્ષથી સામાજિક સંગઠન બાબતે ચર્ચાઓ થતી હતી. દરેક સમાજો પોત-પોતાના સમાજના વિકાસ માટે સામાજિક સંગઠનો તેમજ સામાજિક સંસ્થાઓના માધ્યમથી શૈક્ષણિક, આરોગ્ય તેમજ સામાજિક બાબતોની ચિંતાઓ કરી તે બાબતે યોગ્ય સેવાઓ આપી રહ્યા છે.
હિંગોરા સમાજ પણ આ બાબતે પાછળ ન રહે અને સામાજિક વિકાસ થાય, શૈક્ષણિક રીતે આગળ આવે આરોગ્યની બાબતમાં કયાંય હાથ લાંબો ન કરવો પડે અને લગ્ન જેવી બાબતોમાં દેખા-દેખીથી પર રહી અને બેફામ ખર્ચાઓથી બચે એ આશયથી સંગઠનની રચનાનું સમાજના શિક્ષિત યુવાઓએ વોટ્સ-એપના માધ્યમથી પહેલ કરી.
"મુફતી-એ-કચ્છ સૈયદ હાજી અહમદશા હાજી મિયાંસાહેબ" ની દુઆઓથી તેમજ તેઓના સમગ્ર પરિવારની દુઆઓથી સમસ્ત કચ્છ જિલ્લા હિંગોરા સમાજની જનરલ સભા તા. ૧૩-૮-૨૦૧૭ની ખીરસરા જમાતખાની મધ્યે મળી હતી. જેમાં સામાજિક સંગઠનની રચનાનું ઠરાવવામાં આવ્યું અને નાણાંકીય વ્યવહારો તેમજ વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા એક સંસ્થાની રચના કરી તેના નેજા હેઠળ સામાજિક કાર્યો કરવાનું નકકી કરવામાં આવ્યું. જેની સમસ્ત સમાજના વડીલો, આગેવાનો, યુવાઓએ સહમતી આપી.
હિંગોરા એજયુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટ” નામ આપી નાયબ ચેરિટી કમિશનરશ્રીની કચેરી ભુજ મદયે સંસ્થાની ધારા-ધોરણ મુજબ સંસ્થાને “સાર્વજનિક ટ્રસ્ટ” તરીકે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. (રજિ. નં. ઇ/૧૯૭૮ / કચ્છ) આ સંસ્થાના નાણાંકીય વ્યવહારો માટે પાનકાર્ડ, બેન્ક એકાઉન્ટ વગેરે મેળવવામાં આવ્યું. જેથી નાણાંકીય વ્યવહારોમાં સરળતા રહે તેમજ સરકારશ્રીની યોજનાનો પણ લાભ મળી રહે..
કચ્છ જિલ્લા હિંગોરા સમાજના દરેક ગામડાઓની જમાતોમાંથી દરેક કુટુંબોનો સમાવેશ કરી એક કારોબારી સમિતિ બનાવી આ સમિતિને સમાજના કામોની જવાબદારી સોંપવી આ સમિતિના સભ્યોમાંથી જ સમાજના હોદ્દેદારોની નિમણુંક કરવી. આ સમિતિએ શૈક્ષણિક કાર્યો કરવા, આરોગ્ય બાબતે મદદ કરવી, સમૂહશાદીનું આયોજન કરવું તથા સમાજના વિકાસ માટે જરૂરી એવા કાર્યો માટે પુરતા પ્રયાસ કરવા, સમાજમાં આંતરિક મતભેદો દુર કરી સમાજ એક સંપ થાય તે માટે જરૂર જણાય ત્યાં વડીલો/આગેવાનોનું સહયોગ લઇ સમાધાની વલણ અપનાવી સમાજની પ્રગતિ થાય તેવા પ્રયાસ કરવો.