19 સપ્ટેમ્બર 2022 ના રોજ, વિંઝાન ખાતે કોમ્યુનિટી હોલનો પાયાનો સમારોહ યોજાયો હતો.
સૈયદ હાજી અમીનશા હાજી અહેમદશા, સૈયદ હાજી ઉસ્માનશા હાજી અહેમદશા (મુફ્તી એ આઝમ કચ્છના પુત્ર), સૈયદ હાજી સલીમશા હાજી જહાંગીરશા, સૈયદ મોહમ્મદશા હાજી મુરાદશા, સૈયદ ઈબ્રાહિમશા હાજી જહાંગીરશા, જાડેજા સજ્જનસિંહ (સરપંચ) વગેરે મુખ્ય મહેમાન ની ઉપસ્થિતિમાં પાયાવિધિ કરવામાં આવી હતી.
પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરઆનથી મહમદશા સૈયદ - માંડવી દ્વારા કરવામાં આવી, ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન સજ્જનસિંહ જાડેજા, સૈયદ સલીમબાપુ અને અમીનશા બાવા સાહેબ કર્યું હતું, આભારવિધિ સંસ્થાના પ્રમુખ જુણસભાઈ હિંગોરા એ કરી હતી,
મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન સમાજના વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું, પ્રોગ્રામનું સંચાલન સંસ્થાના ખજાનચી હુસેન માસ્તર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામની વ્યવસ્થા સંસ્થાના મહામંત્રી ખાલેદભાઈ હિંગોરા અને સમિતિના સભ્યોએ સંભાળી હતી.